Browse audiobooks by Rajnikumar Pandya, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"વિશ્વભરમાં વીજળીના ચમકારે મોતી પરોવવા જેવો કોઇ અઘરો સાહિત્યપ્રકાર હોય તો તે નવલકથા નહિં, નાટક નહિં પણ ટૂંકી વાર્તાનો. માત્ર થોડાં જ પાનાઓમાં માનવમનની અતળ ઉંડાઇઓને તાકવાનું કામ કોઇ કુશળ વાર્તાકાર જ કરી શકે. એવી બાવન જેવી ગુજરાતી એક સામટી કોઇ એક જ વાર્તા સંગ્રહમાંથી મળી શકે તેવો કોઇ ગુજરાતી વાર્તા સંગ્રહ હોય તો તે છે 'આત્માની અદાલત' જે વાર્તાસંગ્રહની એક સાથે સાઠ હજાર નક્લો છાપવામાં આવી હતી અને તેના લેખક છે પ્રખ્યાત વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા. આ સંગ્રહની હવે તો એક કરતાં પણ વધુ આવૃત્તિઓ પ્રગટ થઇ છે. અને તે હવે Storytel ના માધ્યમથી આપની સમક્ષ રજુ થઇ રહી છે."
Rajnikumar Pandya (Author), Prithvi Pancholi (Narrator)
Audiobook
"એક એક વાર્તા મોરપિચ્છની અલગ અલગ છટા જેવી છતાં એક સરખી નહિં એવી વિવિધતાભરી અને વાર્તારસથી છલકાતી. એમાં રહસ્ય્ છે ,રોમાંચ છે,રોમાંસ પણ છે અને મસ્તી પણ છે. કુલ 22 જેટલી વાર્તાઓમાં દરેકમાં સેંક્ડો પ્રકારના ,માનવીયભાવોનું અદભુત અને અનન્ય રસાયણ છે. આવી વાર્તાઓ એક સાથે મળે રજનીકુમાર પંડ્યાના બે-જોડ વાર્તા સંગ્રહ-'ઝાંઝર'માં. જે આપની પાસે Storytel દ્વારા ઓડીયોબુક રૂપે રજુ થઇ રહ્યો છે."
Rajnikumar Pandya (Author), Deepa Kataria (Narrator)
Audiobook
"એક એવો બે મિસાલ વાર્તા સંગ્રહ કે કે જેને પુસ્તકરૂપે પ્રગટ થતાંની સાથે જ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનો એવોર્ડ એનાયત થયો. માણસના મનના આગાધ ઉંડાણને તાગતી એકે એક વાર્તા એક એક નજરાણાં સરખી છે. દરેક વાર્તા એક બીજીથી જુદી છતાં માનવીય સંવેદનાના એક દોરે નવલખા હારની જેમ પરોવાયેલી. એક વાર્તા પૂરી થયા પછી એવી બીજી વાર્તા માણવાનું મન રોકી ન શકાય એવી રસીલી અને અનમોલ. ગુજરાતી વાર્તા સાહિત્યમાં બહુ આદરપાત્ર સ્થાન ધરાવતા વાર્તાકાર્ રજનીકુમાર પંડ્યાના આ વાર્તા સંગ્રહ 'ખલેલ' ની 25 વાર્તાઓ આપની સમક્ષ ઑડીયોબુક રૂપે લઇને આવે છે Sorytel"
Rajnikumar Pandya (Author), Vimal Upadhyay (Narrator)
Audiobook
[Gujarati] - Koi Puche Toh Kehje
"ઉમર વચ્ચે અઢાર વર્ષનું અંતર લઇને અમદાવાદના એક શ્રીમંત પરિવારમાં જન્મેલા બે સગા ભાઇઓ પણ સ્વભાવ અને રુચી વચ્ચે બે છેડા જેટલો ફેર.એ બે વચ્ચે પિસાતી અને અને સતત ચિંતાની આગમાં શેકાતી એક મોટી બહેન અને એક ખંધી અને મીઠાબોલી ભાભી. કથા આગળ વધતી વધતી મુંબઇ સુધી પહોંચે છે અને નાનાભાઇને ત્યાં ભેટી જાય છે એક કુટિલ મિત્ર અને એક વિષકન્યા જેવી યુવતિ, લક્ઝરી હોટેલથી ફૂટપાથ સુધી વિસ્તરતી એક અનન્ય કથા લઇને આવ્યા છે રજનીકુમાર પંડ્યા તેમની નવલકથા 'કોઇ પૂછે તો કહેજો.' માં. એને ઑડીયોબુક રૂપે આપની પાસે લઇ આવે છે આપની માનીતી એપ Storytel"
Rajnikumar Pandya (Author), Mayur Bhavsar (Narrator)
Audiobook
"'ચિત્રલેખા'માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત આ નવલકથા પુસ્તકસ્વરૂપે સન 2000માં પ્રકાશિત થઈ. તેને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી બન્ને દ્વારા 'વર્ષની શ્રેષ્ઠ નવલકથા' ઘોષિત કરવામાં આવી. આ નવલકથામાં ભાવિની રહસ્યપૂર્ણ વાતો, પ્રણય, બ્લેકમેઈલીંગ, જૂઠાણાની માયાજાળ, કારાવાસના જીવનની વ્યથા અને વિકૃતિ તેમજ સસ્પેન્સ જેવાં અનેક તત્ત્વોનો સમાવેશ થયેલો છે. કથાનો નાયક સુકેતુ પોતે અગમબોધનું જ્ઞાન હોવાનો દાવો કરે છે અને પોતાના મૃત્યુદિવસની પોતાને જાણ હોવાનું જણાવે છે. એક નાટ્યલેખકને પોતે આ વાત જણાવે છે, અને નાટ્યલેખકની પુત્રી સુકેતુ તરફ આકર્ષાય છે. સમાંતરે ચાલતા બે કથાપ્રવાહો દરમિયાન વાચકો સતત રહસ્ય-રોમાંચ, વાત્સલ્ય, વૈમનસ્ય, દાવપેચ જેવા વિવિધ માનવીય ભાવ ધરાવતી ઘટનાઓમાંથી પસાર થતા રહે છે. અંધશ્રદ્ધાનો આંતરપ્રવાહ દર્શાવતી આ કથા હકીકતમાં અંધશ્રદ્ધાનું ખંડન કરીને વૈજ્ઞાનિક અભિગમને સમર્થન આપે છે. પોતે ભાખેલા દિવસે નાયકનું મૃત્યુ થશે કે કેમ એ રહસ્ય છેક સુધી વાચકને જકડી રાખે છે."
Rajnikumar Pandya (Author), Apara Mehta (Narrator)
Audiobook
[Gujarati] - Aha, Ketli Sundar
"જુનવાણી અને સાવ પરંપરાગત નવલિકા અને આધુનિક નવલિકા વચ્ચે બે પેઢીનું અંતર છે પણ આધુનિક નવલિકાઓ છતા સમજવી અઘરી નહિં તેવી ભાષામાં માણસના મનોભાવોને બહુ કલાત્મક રીતે છતાં સરળ બાનીમાં વ્યક્ત કરી શકે છે.ગુજરાતી ભાષાના એક વરિષ્ઠ અને અનેક અનેક માનસન્માનો જેમને મળ્યાં છે તેવા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા આવી ઉત્તમ નમૂના રૂપ એવી વીસ વાર્તાઓનો ગજરો લઇને આવ્યા છે. મૂળ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત એવા સંગ્રહ ' અહા ! કેટલી સુંદર ! હવે આપની પાસે Storytel ના માધ્યમથી રજુ થઇ રહી છે."
Rajnikumar Pandya (Author), Manil Mehta (Narrator)
Audiobook
"વાસંતી,જીવનપંથના પ્રવાસે સાવ એકલી જ નીકળી પડેલી એક ઉચ્ચ ચરિત્ર ધરાવતી યુવતિ પણ જીવન એને એવા એક હલકા ચારિત્ર્યના પુરુષ સાથે જોડી દે છે કે જે એના માર્ગમાં કાંટા જ કાંટા પાથરી છે. એ સ્ર્રીનું સત એને એવા દુર્ગમ પરિણામોમાંથી બચાવી લેતાં પહેલાં એને અનેક જીવન સંગ્રામમાં સંડોવી દે છે એ જે સાંભળીને કોઇ પણ થથરી ઉઠે, ગુજરાતી ભાષાની એક ઉત્તમ નવલકથા 'કુંતી'થી સફળતાના અનેક શિખરો સર કરનારા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની માણનારાને સતત ઝકડી રાખતી એવી જ બીજી એક નવલકથા 'એકલપંખી ' માણો હવે Storytel દ્વારા ઓડીયોબુક રૂપે ."
Rajnikumar Pandya (Author), Devang Bhatt (Narrator)
Audiobook
"જુનવાણી અને સાવ પરંપરાગત નવલિકા અને આધુનિક નવલિકા વચ્ચે બે પેઢીનું અંતર છે પણ આધુનિક નવલિકાઓ છતા સમજવી અઘરી નહિં તેવી ભાષામાં માણસના મનોભાવોને બહુ કલાત્મક રીતે છતાં સરળ બાનીમાં વ્યક્ત કરી શકે છે.ગુજરાતી ભાષાના એક વરિષ્ઠ અને અનેક અનેક માનસન્માનો જેમને મળ્યાં છે તેવા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા આવી ઉત્તમ નમૂના રૂપ એવી વીસ વાર્તાઓનો ગજરો લઇને આવ્યા છે. મૂળ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત એવા સંગ્રહ ' અહા ! કેટલી સુંદર ! હવે આપની પાસે Storytel ના માધ્યમથી રજુ થઇ રહી છે."
Rajnikumar Pandya (Author), Parth Shukla (Narrator)
Audiobook
"આ 'કુંતી' નવલકથા એ જ કથાનું સર્જન છે. પ્રગટ થતાંની સાથે જ દેવ આનંદથી માંડીને અધિકારી બ્રધર્સ જેવા ફિલ્મ-ટી.વી. નિર્માતાઓમાં તેને મેળવવાની હોડ લાગી. આંગળીના પેઢે જ ગણી શકાય એટલી ગુજરાતી નવલકથાઓ હિંદી ટેલિવિઝનના વ્યાપક માધ્યમ દ્વારા કરોડો-કરોડો ભાવકો સુધી પહોચી છે, ત્યારે 'કુંતી' તેમાં ય અનન્ય નીકળી. તેના ઉપરથી બબ્બે વાર હિંદીમાં ટી.વી. સિરિયલ બની. વિદેશોમાં પણ તે અપાર લોકપ્રિયતા પામી. ગુજરાતીમાં અનેક આવૃતિઓ બાદ તે હિંદીમાં ઊતરી અને સમગ્ર ભારતનો વાચકવર્ગ એને માણી શકયો."
Rajnikumar Pandya (Author), Apra Mehta (Narrator)
Audiobook
"કહેવાય છે કે સત્ય કલ્પનાને પણ ટક્કર મારે એવું હોય છે. રજનીકુમાર પંડ્યાનું પુસ્તક 'રોમાંચરેખા' વાંચતી વખતે આ બાબત સતત મનમાં ઘૂંટાયા કરે. એક તો મૂળ ઘટના જ એવી દમદાર, અને તેનું લેખક દ્વારા વાર્તાત્મક શૈલીએ રોમાંચક આલેખન- આ બન્નેના સંયોજનથી આ પુસ્તક એક જુદી જ ભાત ઉપસાવે છે. 'શ્વેતના જન્મ પહેલાંની શ્યામ કથા'માં સગા ભાઈના મૃત્યુ પછી તેના આત્માને પોતાના શરીરમાં પ્રવેશ કરાવવાનું તરકટ કરતો મોટો ભાઈ ભાભીને ફસાવવાના પેંતરા કરે છે. તેની ચાલબાજીને કઈ તરકીબથી ખુલ્લી પાડવામાં આવે છે? સંવેદના, સંબંધો અને સસ્પેન્સના મિશ્રણ જેવી આ સત્યઘટનાનું આલેખન એકદમ અદ્ભુત રીતે અને રસાળતાપૂર્વક કરવામાં આવ્યું છે! આવી જ કથા શશીકાન્તની છે. જૂઠાણાં અને જ્યોતિષની ભેળસેળ કરીને શશીકાન્ત રહસ્યનાં જાળાં ગૂંથે છે અને સૌને ચકરાવે ચડાવે છે. આ જ કથાબીજનો આધાર લઈ, તેમાં કલ્પનાના રંગો ઉમેરીને રજનીકુમારે 'ફરેબ' નવલકથાનું સર્જન કર્યું. આવી વિવિધ રોમાંચક સત્યઘટનાઓ આ પુસ્તકમાં આલેખાયેલી છે."
Rajnikumar Pandya (Author), Pratap Sachdev (Narrator)
Audiobook
"રજનીકુમાર પંડ્યાની નવલકથા 'અવતાર' એક બનાવટી રાજકુમાર અને તેણે પોતાની આસપાસ રચેલી ભેદભરમની સૃષ્ટિની દિલધડક કથા છે. 1997માં મશહુર અભિનેતા અને નાટ્યનિર્માતા અરવિંદ જોશી દ્વારા તેના હકો મેળવીને મુંબઇમાં પૂર્ણ સમયનું નાટક 'આયના તૂટે તો બને આભલાં'નું સફળ નિર્માણ કરવામાં આવેલું. એ પછી મે 2012માં મુબઇના મશહૂર ફિલ્મ નિર્માતા સિધ્ધાર્થ જૈન દ્વારા તેમની હિંદી ફિલ્મ નિર્માણસંસ્થા IMPl/iRocks/Irock દ્વારા હિંદી ફિલ્મ માટેના હકો ખરીદવામાં આવેલા. કોઇ કારણવશાત તેઓ 7 વર્ષની મુદતમાં ફિલ્મનિર્માણ ન કરી શકતાં તેના તમામ હકો રજનીકુમાર પંડ્યા પાસે મે, 2019 થી પરત આવી ગયા છે. થ્રીલર પ્રકારની આ નવલકથાનું કેન્દ્રીય પાત્ર પ્રિન્સ અમરજિત છે, જે અસલમાં એક અભિનેતા બનવા માંગતો હતો. બનાવટી પ્રિન્સ તરીકે પોતે જ ઉભી કરેલી સૃષ્ટિમાં તે જાતભાતના ખેલ રચે છે અને લોકોને છેતરે છે. સોનલ નામની યુવતી તેના પ્રેમમાં પડે છે, અને ઘટનાઓના આટાપાટા એવા રચાય છે કે આખરે પ્રિન્સ સોનલ સમક્ષ પોતાનો ભેદ જાતે જ ખોલી દે છે. સોનાનું સ્મગલિંગ, બંધ બનવાને કારણે ડૂબાણમાં જવા આવેલું ગામ, એ ગામમાં ઉગતી અદ્ભુત ઉપચારક ઔષધિઓ, તેને લઈને ગામને કુનેહપૂર્વક બચાવવાના પ્રયાસો, પૂર્વાશ્રમના પ્રેમસંબંધ વગેરે પેટાકથાઓ મૂળ કથાના રોમાંચમાં ઉમેરો કરે છે. બનાવટી રાજકુમારના એક તદ્દન સાચા પાત્રના કથાબીજમાંથી વિકસાવેલી આ કથા અનેક ઘટનાઓના ઉતારચડાવમા પસાર થતી છેક અંત સુધી વાચકને જકડી રાખે છે."
Rajnikumar Pandya (Author), Ami Shah (Narrator)
Audiobook
"'પુષ્પદાહ' એટલે પુષ્પને લાગતો દાહ. અમેરિકામાં વસતા ગુજરાતીઓના સમાજજીવનનો અંતરંગ પરિચય કરાવતી આ નવલકથા 'ડોક્યુ-નોવેલ' એટલે કે 'દસ્તાવેજી નવલકથા' છે. તેની વિશેષતા એ છે કે લેખકે આ નવલકથાનાં પાત્રોની વચ્ચે રહીને, તેમની મનોસ્થિતિનો અભ્યાસ કરતા રહીને આલેખન કર્યું છે. અમેરિકાનિવાસી મનોવિજ્ઞાનના શિક્ષક શાંતિભાઈના પુત્ર સંજયને પત્ની ચારુ થકી બે બાળકો જુલી અને રોબિન છે. ચારુએ સંજયનો ઉપયોગ અમેરિકા આવવાની સીડી તરીકે કરેલો છે. વલ્લભ ઠક્કર સાથે તેના સંબંધો છે. આ હકીકતની જાણ થતાં, સમજાવટની કોઈ અસર ન થતાં સંજય અને ચારુ છૂટાછેડા લે છે. અદાલત બન્ને સંતાનોનો કબજો માને સોંપે છે, પણ વીક-એન્ડમાં સંતાનો પિતા-દાદા સાથે રહી શકે એવી જોગવાઈ છે. બાળકોને પિતા-દાદા સાથે મોકલવાની ચારુની આડોડાઈ, બાળકોના કુમળા મન પર પિતા અને દાદાની વિરુદ્ધ કાનભંભેરણી –આ તમામ ઘટનાઓ લેખક પોતાની સગી આંખે નિહાળે છે અને તેને નવલકથાના સ્વરૂપે આલેખે છે. નવલકથાના સ્વરૂપમાં રહીને દસ્તાવેજી આલેખન કરવાનો પડકાર અહીં લેખકે સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો છે."
Rajnikumar Pandya (Author), Nilesh Joshi (Narrator)
Audiobook
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer