Buy from our bookstore and 25% of the cover price will be given to a school of your choice to buy more books. *15% of eBooks.
Audiobooks Narrated by Manil Mehta
Browse audiobooks narrated by Manil Mehta, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"જુનવાણી અને સાવ પરંપરાગત નવલિકા અને આધુનિક નવલિકા વચ્ચે બે પેઢીનું અંતર છે પણ આધુનિક નવલિકાઓ છતા સમજવી અઘરી નહિં તેવી ભાષામાં માણસના મનોભાવોને બહુ કલાત્મક રીતે છતાં સરળ બાનીમાં વ્યક્ત કરી શકે છે.ગુજરાતી ભાષાના એક વરિષ્ઠ અને અનેક અનેક માનસન્માનો જેમને મળ્યાં છે તેવા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા આવી ઉત્તમ નમૂના રૂપ એવી વીસ વાર્તાઓનો ગજરો લઇને આવ્યા છે. મૂળ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત એવા સંગ્રહ ' અહા ! કેટલી સુંદર ! હવે આપની પાસે Storytel ના માધ્યમથી રજુ થઇ રહી છે."
"અંગ્રેજી, મરાઠી, હિન્દી અને કન્નડ ભાષાની પ્રખ્યાત નારીપ્રધાન વાર્તાઓ આ પુસ્તકમાં છે. કુલ 21 વાર્તાઓના આ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રખ્યાત લેખક ચંદુલાલ સેલારકા લખે છે કે જીવનને જોવાની અનેક બારીઓ ખોલી આપતી આ વાર્તાઓ છે. મનુષ્ય જીવનની લાચારી, વ્યથા અને પીડા જોઈને રડી પડવાનું મન થાય તેવી સશક્ત, સચોટ અને સંવેદનશીલ આ વાર્તાઓ છે."
"રામરાજ્ય. આદર્શ ભૂમિ. પરંતુ પરિપૂર્ણતાની કિંમત ચૂકવવી પડે છે. તેમણે એ કિંમત ચૂકવી છે. 3400 ઈસાપૂર્વ, ભારત. અયોધ્યા વિભાજનોથી નબળું પડી ગયું છે. એક ભયંકર યુદ્ધથી કિંમત તે ચૂકવી રહ્યું છે. નુકસાન બહુ મોટું થયું છે. લંકાના રાક્ષસ રાજા રાવણ પરાજિતો પર પોતાનુ સામ્રાજ્ય નથી સ્થાપતા. તેના બદલે તે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે. આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે. સપ્તસિંધુની પ્રજા ગરીબી, હતાશા ને દુરાચરણમાં ગરકાવ થઈ ગઈ છે. તે પ્રજા એક એવા નાયક માટે વલખે છે કે જે તેમને આ કળણમાંથી બહાર કાઢે. તેમને ક્યાં જાણ છે કે એવો એક નાયક તેમની વચ્ચે જ રહેલો છે જેને તે બધા લોકો જાણે છે. એક સંતપ્ત અને દેશનિકાલ પામેલો રાજકુમાર. એવો રાજકુમાર જેનો તેમણે વિરોધ કર્યો હતો. એ રાજુકુમાર કે જેનું નામ હતું રામ. દેશવાસીઓએ તેમને સતપ્ત કર્યા હોવા છતાં તેઓ પોતના દશને ચાહે છે. ન્યાય માટે તેઓ એકલા જ લડતા રહે છે. અંધકારની અંધાધૂંધી સામે, પોતાના ભાઈઓ અને પત્ની સીતાના સથવારે, તેઓ લડતા રહે છે. શું લોકોએ તેમના પર લગાવેલા લાંછનને રામ દૂર કરી શકશે? શું સીતા માટેના તેમના પ્રેમને કારણે તે આ સંઘર્ષમાંથી પાર ઊતરશે? શું પોતાના બાળપણને બગાડનારા રાક્ષસ રાજા રાવણને તેઓ પરાજિત કરી શકશે? શું વિષ્ણુની નિયતિને તેઓ પૂર્ણ કરશે? અમીશ સાથે આ નવી મહામુસાફરીનો પ્રારંભ કરો 'રામ ચંદ્ર શ્રેણીમાં."