Browse audiobooks by Jay Vasavada, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"લીડરથી લવર.... વેરિયરથી ફિલોસોફર....મોટિવેટરથી મેનેજર....ફેન્ડથી ગાઈડ...બાળકથી બળવાન.... 'કમ્પલીટ મેન' કૃષ્ણનાં રંગબેરંગી રોલ્સને આધુનિક અંદાજમાં સમજાવતું પુસ્તક....પૃથ્વીના પ્રત્યેક નાગરિકને પ્રેમમર્મ, માનવધર્મ, વિજયકર્મ શીખવાડતું સુથુફૂલ, જોયફૂલ, કલરફૂલ પુસ્તક !"
Jay Vasavada (Author), RJ Dhvanit (Narrator)
Audiobook
"આજના બાળકો-યુવાનોની વય અનુસાર એકાદ સંહિતા પ્રાપ્ત થાય – એવી કદાચ અસ્તિત્વની માંગ હશે. એ વાત જયભાઈને ચિત્તમાં ઝીલાઈ અને પુસ્તક રૂપે પ્રગટે છે, એને હું નંદ ઘેર આનંદ ભયોને બદલે આનંદ (કૃષ્ણ) ઘેર જશોદાનંદ ભયો એમ માનવા પ્રેરાઉ છું. અકળતા અથવા તો દિશાશૂન્ય સ્થિતિમાં અથડાતા બાળકો – યુવાનો આ ગ્રંથ સાથે યાત્રા કરશે તો પાછા માતા-પિતાની છાયા અને માયાનો અનુભવ કરશે એવી શ્રદ્ધા સ્વસ્થાને છે. પુનઃ એક વાર મારી ખૂબ જ પ્રસન્નતા અને ખૂબ પ્રાર્થના !"
Jay Vasavada (Author), Shraddha Vyas Shah (Narrator)
Audiobook
[Gujarati] - Preet Kiye Sukh Hoy
"જો તમે પ્રેમ કર્યો હોય..... ......તો તેની સ્મૃતિ માટે છે આ પુસ્તક ! જો તમે પ્રેમ ન કર્યો હોય..... ......તો તેની અનુભૂતિ માટે છે આ પુસ્તક ! જો તમારે પ્રેમ કરવો હોય..... ......તો તેની સ્વીકૃતિ માટે છે આ પુસ્તક !"
Jay Vasavada (Author), Tusharika Rajguru (Narrator)
Audiobook
[Gujarati] - Sahitya Ane Cinema
"50 રૂપિયાની ટિકિટ લઈ રાત્રે 9 થી 12 થિયેટરમાં ફ્રેશ થવા જતા સરેરાશ ભારતીય પ્રેક્ષક અને જાડા કાચનાં ચશ્માં પહેરીને દિગ્ગજ સાહિત્યકારોનાં થોથાં ઉથલાવતા વિદ્વાનના વિષયો અહીં રસાળ રીતે ભેગા કરવામાં આવ્યા છે ! પ્રથમ દ્રષ્ટિએ બંને વચ્ચે કદાચ તફાવત લાગે, પણ સિનેમા તો સાહિત્યનું લાડકું સંતાન છે. માટે ત્રીસ ફૂટના પડદા અને પોણા ફૂટના પાનાનું અદભુત સામંજસ્ય અહીં મહાલવા અને માણવા મળશે. અમિતાભ બચ્ચન, પામેલા, એન્ડરસન, વોલ્ટ ડિઝની, આલ્ફ્રેડ હિચકોક, સ્ટીવન સ્પીલબર્ગ, મુકુલ એસ. આનંદ, જ્યોર્જ લુકાસ, ગિરીશ કર્નાર્ડ વગેરેનું પડદા પરનું અને પડદા પાછળનું અહીં વૃત્તાંત છે. વીતેલા વર્ષોની નહીં, આજના દૌરની કલાસિક ફિલ્મોનો રસાસ્વાદ છે. જગતની સેક્સીએસ્ટ ફિલ્મથી લઈને ભારતની કોમેડી ફિલ્મોનું મૂલ્યાંકન છે. બોલિવૂડમાં છવાયેલા ગુજરાતીઓ અને હોલિવૂડમાં પથરાયેલા હિન્દુસ્તાનીઓની વાતો છે. તો મેઘાણી, રમણલાલ સોની, એલેકઝાન્ડર ડ્યુમા, ઓસ્કાર વાઈલ્ડ, થોરો, ગાલિબ, અરૂંધતી રોય, વિક્ટર હ્યુગો, જૂલે વર્ન અને હાન્સ એન્ડરસન ઈત્યાદિ નામોનું પાનાઓ પરનું અને પાનાંઓ 'થી' પરનું વૃત્તાંત છે. ! વિશ્વની અમર કથાઓની કમાલ કલમથી ઝિલાઈ છે. આવું સાહિત્યસર્જન ખુદ સિનેમાનું અભિન્ન અંગ બની ચૂક્યું છે. અહીં ફિલ્મોનાં ગીત, સંગીત, કોસ્ચ્યુમ, માર્કેટિંગ, એવોર્ડસ, ટી.વી. ચેનલ્સ અને ટેકનોલોજીનું નવતર બયાન છે.... અને છપાયેલા શબ્દોની શાહીમાંથી ઊઠતી ગંધનું પણ આખ્યાન છે. ટૂંકમાં, આ પાનાઓ પર સિનેમા અને સાહિત્યની પ્રેમકથાનો દસ્તાવેજ છે."
Jay Vasavada (Author), Ketan Raaste (Narrator)
Audiobook
"આ પુસ્તક એટલે.... શ્વાસમાં સાહસ, હૈયામાં હિંમત આત્મવિશ્વાસનું ચાર્જર, વીરતાનું બખ્તર, બહાદૂરીનું બેન્કબેલેન્સ, અભયનું ઈન્જેક્શન ! પાને પાને પડકાર સામે પરાક્રમનો સંગમ."
Jay Vasavada (Author), Mehul Buch (Narrator)
Audiobook
[Gujarati] - Knowledge Nagariya
"This is the audiobook of 'Knowledge Nagariya' written by Jay Vasavada and narrated by Yash Hanj."
Jay Vasavada (Author), Yash Hanj (Narrator)
Audiobook
"આ પુસ્તકનાં પાનાંઓને નવા જમાનાની હવા લાગી ગઈ છે. ફ્રેન્ડશિપ, લવ મેરેજ, સેક્સ, ફેશન, બ્યૂટીકોન્ટેસ્ટ, પોપમ્યુઝિક અને ડિસ્કોદાંડિયાને અહીં ઉત્સાહથી આવકાર છે. તો કૃષ્ણ અને ગાંધી પણ ભુલાયા નથી. દેશ પરદેશના અવનવા રોલ મોડેલ્સની અહીં ઝલક છે. તો દિવાલીના તહેવારથી માંડીને હિન્દુસ્તાનીઓની હાઈટ સુધીની બાબતોમાં આવેલા પરિવર્તનનું પ્રતિબિંબ છે. જીવનના પરોઢને સ્પર્શતા વિષયો કરિઅર, સુપરહીરો, પ્રવાસ, માર્કેટિંગ, ઇંગ્લિશ, ઇમોશનલ ઇન્ટેલીજન્સ, જનરલ નોલેજ, ક્રિકેટ, શિક્ષણ પૈસા અને પરીક્ષાને આ પુસ્તકમાં વૈશ્વિક ફલકનો સંદર્ભ લઈને છેડવામાં આવ્યા છે. એમાં આધુનિક વૃદ્ધત્વ અને આધુનિક નારીત્વની વાતો છે. વિભક્ત કુટુંબની વકીલાત છે અને આધુનિક નારીત્વની વાતો છે. વિભક્ત કુટુંબની વકીલાત છે. સેન્સરશિપથી આઝાદીના ખયાલાત છે ! એન.આર.આઈ. નું અવલોકન છે, તો નવાંનક્કોર નામોનું સંકલન પણ છે. અહીં વિદ્રોહ નથી. સલાહ કે શિખામણ નથી. વિશ્વને બદલી કાઢવાનું કાતિલ ઝનૂન કે યુવાનોને ક્રાંતિનું છેતરામણું આહવાન નથી. માત્ર, યુવાહૃદયમાં ઊછળતી ઊર્મિઓનો જીવંત ચિતાર છે. અલબત, આ પુસ્તક 18 થી 35 વર્ષ સિવાયના લોકો માટે પ્રતિબંધિત નથી ! બલકે, એ યુવાપેઢીને સમજવા અને નવા જમાનાને માણવા માગતા તમામને માટે છે."
Jay Vasavada (Author), Divyesh Sagathiya (Narrator)
Audiobook
"સરદાર, સિર્ફ નામ હી કાફી હૈ..... સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અને કામ ગુજરાત માટે અજાણ્યું નથી, અને ભારત રાષ્ટ્ર તો આજીવન એમનું ઋણી છે. એમણે રજવાડાનું એકીકરણ કરવાનો ભગીરથ પડકાર ઉપાડ્યો. એમણે દેશને એક સંવિધાન મળે એ માટે પ્રયોસો શરૂ કર્યા અને વહીવટીતંત્રની કરોડરજ્જૂ જેવી સ્વદેશી સિવિલ સર્વિસ બનાવી. આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ ના યુવા લક્ષણો સરદારસાહેબમાં હતા. Hopefull, Firm, Strong ત્વરિત નિર્ણયશક્તિ અને કડવો પણ ગુણકારી લીમડાં જેવો સ્પષ્ટ વાસ્તવવાદ. સરદારસાહેબ તો ગયા, પણ આપણે નવા સરદાર પેદા કેવી રીતે કરીશું ? કેમ ઘડાય સરદાર જેવું અસરદાર અને જોરદાર વ્યક્તિત્વ ? લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાએ સરદારસાહેબ પરના અઢળક સંદર્ભસાહિત્ય અને રઝળપાટ પછી નવી પેઢીને ગમે તેવી રજુઆત સાથે સરદારસાહેબના જીવનમાંથી પોઝિટિવ પ્રેરણા અને માર્ગદર્શન મળે એવું રસપ્રદ અને અમુક અજાણ્યા પ્રસંગોથી ભરપુર એવું અન્યોથી અલગ અનોખું પુસ્તક તૈયાર કર્યું છે. એમાં કેટલીક દુર્લભ તસ્વીરો અને સરદારસાહેબના પત્રો-ભાષણો વગેરેમાંથી આપણી આજની સમસ્યાઓનો ઉકેલ બતાવતા અવતરણો પણ મુક્યા છે. ચાલો, આ વાંચી ઇતિહાસ ઓળખીને આપણું ભવિષ્ય બનાવીએ. 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'થી વિશ્વવિખ્યાત થઈ રહેલ 'મેન ઓફ એક્શન' સરદાર પટેલની આધુનિક ઓળખ કેળવીએ. આજે સરદારશ્રીના લોંગટર્મ વિઝનને સમજવાની તાતી જરૂર છે. માર્વેલ કોમિક્સના 'આયર્ન મેન' ના ફેન વધતા હોય ત્યારે આપણા અસલી માર્વેલસ આયર્નમેન (લોખંડી પુરુષ)ને તો સમજીએ !"
Jay Vasavada (Author), Darshan Pandya (Narrator)
Audiobook
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer