"આ કથા કોઈ એકસ્ટ્રા-મેરીટલ અફેર ની નથી.આ કથા એક એક યુદ્ધની છે . એક એવું યુદ્ધ જે દરેક માનવ શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું , વૃતિ વિરુદ્ધ નૈતિકતાનું , હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું , કોન્શિયસ વિરુદ્ધ સબકોન્સિયસનું , ઈડ વર્સીસ સુપરઇગોનું. જ્યાં સુધી માનસ સભ્યતા છે , ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે . નેચર અને સીવીલાયઝેસનની બરાબર વચ્ચે ફસાયેલી આપને એક પ્રજાતિ છીએ. જેની નિયતિમાં જ સંઘર્ષ લખાયેલો છે . ન તો આપને ક્યારેય આપની વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ . આ બંને વિરુદ્ધ દિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે . આ સંઘર્ષ માનવ ઈતિહાસ ના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અને આજના સોફિસ્ટિકેટેડ હોમો સેપીયન્સ વચ્ચેનો છે . આપણી અંદર રહેલા આવેગો અને એથિક્સ વચ્ચેનો છે. જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેશર વિનાયક ત્રિવેદી પસાર થાય છે. એ જ સંઘર્ષમાંથી આપને દરેક પસાર થાય રહ્યા છીએ . આપના દરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે ."
"'Audiobook of Dr. Nimitt Oza's novel based on male pregnancy titles ''Chromosome XY'' narrated by Dimple Kava
ડૉ. નિમિત ઓઝાની પુરૂષ સગર્ભાવસ્થાના શીર્ષકો પર આધારિત નવલકથાની ઑડિયોબુક ''ક્રોમોઝોમ XY'' ડિમ્પલ કાવા દ્વારા વર્ણવવામાં આવી છે'"