Browse audiobooks by Dinkar Joshi, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"'કોઈ માણસ જન્મથી ગુનેગાર નથી હોતો. દરેક માણસને સારા થવું ગમે છે. સમાજ અને સંજોગો એને ગુનાહિત વૃત્તિઓ તરફ દોરી જાય છે. ડોન કે માફિયા કહી શકીએ એવા એક માણસે દિલ ફાડીને જે વાત કરેલી એ વાત એટલે આ નવલકથા. જ્યારે દશેય દિશાઓના દરવાજા દેવાઈ જાય ત્યારે માણસ ક્યાં જાય? એણે કોઈક અગિયારમી દિશા જ શોધવી પડે. આ નવલકથા 'ચિત્રલેખા' સાપ્તાહિકમાં પ્રગટ થઈ ચૂકી છે.'"
Dinkar Joshi (Author), Dharmesh Vyas (Narrator)
Audiobook
[Gujarati] - Shyam Ekvar Aavone Aangane
"આ જે ડી મજેઠીયા ના અવાજ માં દિનકર જોશી ની પુસ્તક શ્યામ એક વાર આવોને આંગણે ની ઓડિયો બુક છે કૃષ્ણને કોઈ ચોક્કસ આકૃતિમાં જોવા એ તો આપણા ચર્મચક્ષુઓની મર્યાદાનું પરિણામ છે. વાસ્તવમાં કૃષ્ણ એ એક નિતાંત ભાવના છે. ભાવનાનો આકાર ન હોય - માત્ર અનુભૂતિ હોય! માનવીના અંતઃસ્તલમાં કશુંક અમૂર્ત પામવાની જે અવિરત ઝંખના રહેલી છે એ જ તો કૃષ્ણ દર્શન છે. આ દર્શન પ્રાપ્ત થતું નથી અને અતૃપ્તિનો ઓડકાર માણસને વ્યગ્ર કરી મૂકે છે. તત્કાલીન આર્યાવર્તના પરમ પુરુષ શ્રીકૃષ્ણને પણ એમના આપ્તજનોએ કેવો અન્યાય ર્ક્યો હતો એનું આલેખન કરતી આ નવલકથા સહ્રદય ભાવકના અસ્તિત્વમાં ખળભળાટ પેદા કરી મૂકે છે. આ નવલકથા 'ગુજરાત સમાચાર' રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં હપ્તાવાર પ્રસિદ્ધ થઈ હતી. આ નવલકથા હિંદી ભાષામાં સાપ્તાહિક 'ધર્મયુગ' (મુંબઈ) તથા 'કર્મવીર' (ભોપાલ) માં ધારાવાહિક સ્વરુપે પ્રગટ થઈ હતી અને તેલુગુ ભાષામાં 'ઓકે સૂર્યાડુ' નામે હૈદરાબાદના અઠવાડિક 'આંધ્રપ્રભા' માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી, બંગાલી, તેલુગુ, મલયાલમ ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે."
Dinkar Joshi (Author), Tushar Joshi (Narrator)
Audiobook
[Gujarati] - Dwarka No Suryaast
"આ પુસ્તક મુખ્યત્વે કૃષ્ણની મહાભારત યુદ્ધ તેના યાદવ પરિવાર સાથેના તેમના યુગના અંત સુધીના 36 વર્ષની અર્ધ-સાહિત્યની યાત્રા વિશે છે, શરૂઆતમાં ગાંધારી અને આખરે મહર્ષિ કશ્યપ દ્વારા શ્રાપિત હતો. The book is primarily about Krishna's semi-fiction journey of 36 years from the time the Mahabharata war got over till the end of his era with his Yadava family; initially cursed by Gandhari and eventually Maharshi Kashyap."
Dinkar Joshi (Author), Parth Tarpara (Narrator)
Audiobook
"આ 'પ્રતિનાયક' પુસ્તક માં ઇતિહાસની એક જબરદસ્ત કરુણાતિકા છે કે ચુસ્ત રાષ્ટ્રવાદી તરીકે રાજકીય કારકેદીનો આરંભ કરનાર ઝીણા કારકેડીના છેલ્લા દશકામાં સાવ સામા છેડે જઈને હિંદુ-મુસ્લિમ વચ્ચે દ્વેષ, ધિક્કાર અને વૈમનસ્યની લાગણી ખુબ ઊંડે સુધી ઉતારી શકવાનું નિમિત બન્યા હતા. આ પુસ્તક માં હિન્દુસ્તાનના અને પાકિસ્તાન વિષે એતિહાસિક વાતો લખવામાં આવી છે."
Dinkar Joshi (Author), Dharmesh Vyas (Narrator)
Audiobook
"'સાઠ, સિત્તેર કે એંસી વર્ષના માણસના જીવનમાં અનેક અકલ્પનીય ચડાવઉતાર આવે છે.આપણે સદૈવ સુખ શોધતા હોઈએ છીએ પણ આપણે જેને સુખ માનતા હોઈએ છીએ એને જ બીજું કોઈક દુઃખ પણ માનતું હોય છે. સમય બદલાય એમ સુખ અને દુઃખની વિભાવના બદલાતી હોય છે. જીંદગીનો અર્થ સમજવા નીકળેલો એક યુવાન સંસાર અને સંન્યાસ એમ બંને ગતિવિધિઓમાંથી પસાર થતા વર્ષો પછી જે સત્ય સમજે છે એ આટલું જ છે - સમય ક્યારેય કોઈનીય નોંધ લેતો નથી. સમયના વિસ્તારની આ નવલકથા એક નવતર અનુભવની જ વાત કરે છે. આ નવલકથા 'મુંબઈ સમાચાર'માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ ચૂકી હતી.'"
Dinkar Joshi (Author), Ketan Raaste (Narrator)
Audiobook
[Gujarati] - Prashnpradeshni pele par
"'પ્રશ્નપ્રદેશની પેલે પર' પુસ્તક માં ભગવાન બુદ્ધના જીવન, ત્યાગ વિષે આપણને સમજવામાં અવિયું છે ને બુદ્ધ ના જીવન દર્શન પર આધારિત નવલકથા છે. ભગવંત જે ભૂમિ પર આપ જન્મ્યા, એ ભૂમિના સંતાનોએ જ આપને અન્યાય કર્યો છે એવા અપરાધભાવ સાથે આપના શ્રી ચરણોમાં આ શ્રદ્ધાસુમાન સમર્પિત કરું છું."
Dinkar Joshi (Author), Sanat Vyas (Narrator)
Audiobook
[Gujarati] - Prakash No Padachhayo
"દિનકર જોશી ની લખેલી પુસ્તક પ્રકાશ નો પડછાયો નું ઓડિયો રૂપાંતર દર્શન જરીવાલા ની આવાઝ માં ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓની આગવી જ કેડી કંડારનારી આ નવલકથા ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત છે. ગાંધીજીના પારિવારિક જીવનમાં પિતા પુત્ર વચ્ચેનો માનસિક સંઘર્ષ એમની કરુણાંતિકા હતી. આ કરુણાંતિકામાં કસ્તુરબાની વ્યથા સર્વથી અધિક હતી. 'પ્રકાશનો પડછાયો ' એક વિશ્વવંદ્ય પુરુષના પરિવારનું અજાણ્યું પાસું પહેલી જ વાર પ્રગટ કરે છે. આ નવલકથા 'સમકાલીન' , 'લોકસત્તા' તથા 'જનસત્તા' માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. એ ઉપરાંત એનો હિંદી અનુવાદ મુંબઈના હિંદી દૈનિક 'જનસત્તા' તથા લખનૌના હિંદી દૈનિક 'જાગરણ' માં ધારાવાહિક થયો હતો. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી, તેલુગુ, તમિલ, બાંગલા, ઓરિયા, અંગ્રેજી તથા જર્મન ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. તેમ જ આ પુસ્તક પરથી ગુજરાતી, હિંદી મરાઠી તથા અંગ્રેજીમાં નાટકો ભજવાયા છે. આ કથાનક પર આધારિત અંગ્રેજી તથા હિંદી ફિલ્મ 'ગાંધી માય ફાધર' બની છે."
Dinkar Joshi (Author), Darshan Jariwala (Narrator)
Audiobook
[Gujarati] - Sarnama Vina Nu Ghar
"દિનકર જોશી ની લખેલી પુસ્તક સરનામાં વિના નું ઘર નું ઓડિયો રૂપાંતર રાજેશ કાવા ની આવાઝ માં"
Dinkar Joshi (Author), Rajesh Kava (Narrator)
Audiobook
[Gujarati] - Ayodhyano Ravan Ane Lanka na Ram
"સામાન્ય રીતે વાલ્મીકિ રામાયણને રામકથાનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે. આમ છતાં તુલસી રામાયણ, કંબન રામાયણ, કૃત્તિવાસ રામાયણ, ગિરિધર રામાયણ, અધ્યાત્મ રામાયણ, જૈન રામાયણ, બૌધ્ધ રામાયણ અને મુસ્લિમ રામાયણ સુદ્ધાં, અન્ય અનેક રામકથાઓ ઉપલબ્ધ છે. રામકથાઓની કુલ સંખ્યા લગભગ ત્રણસો જેટલી હોવાનું કહેવાય છે. આ બધી કથાઓમાં પરસ્પરનો છેદ ઉડાડી દે એવા વિસંવાદી કથાનકો છે. આ નવલકથામાં આ બધા વિસંવાદી કથાનકોને એવી રસપ્રદ રીતે ગૂંથીને સમગ્ર નવલકથાનો ઘટાટોપ રચવામાં આવ્યો છે કે પાયાના માનવીય મૂલ્યોનો જ પ્રતિઘોષ કરે છે. માણસમાં રહેલું અસ્તિવાચક તત્વ રામ છે અને એ જ માણસમાં રહેલું નાસ્તિવાચક તત્વ રાવણ છે. આમ તો અયોધ્યામાં રામનો વસવાટ હોય છે પણ કેટલીકવાર ત્યાં રાવણ છવાઇ જાય છે અને જે લંકામાં રાવણનું આધિપત્ય હોવું જોઇએ એ લંકામાં ક્યારેક રામ પણ પ્રગટે છે. આ નવલકથા 'કુમાર' માસિકમાં ધારાવાહિક સ્વરુપે પ્રગટ થઈ હતી."
Dinkar Joshi (Author), Johnny Shah (Narrator)
Audiobook
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer