Browse audiobooks narrated by Saanwari Yagnik, listen to samples and when you're ready head over to Audiobooks.com where you can get 3 FREE audiobooks on us
"અગિયાર મિનિટ 'એ બ્રાઝીલીયન બેસ્ટ સેલિંગ લેખક પાઉલો કોએલ્હોની માસ્ટરપીસ છે. આ નવલકથા રિયામાં રહેતી મારિયા નામની સ્ત્રીના કાલ્પનિક હિસાબ પર આધારિત છે. મારીયા એક રૂપજીવિની હતી. મુગ્ધાવસ્થાના પડાવે દરેક કિશોરીનાં સ્વપ્નાં હોય છે તેમ મારીયાના પણ પોતાનાં સ્વપ્નાં હતાં. આવા સ્વપ્ન સાથે ખેલતી-કુદતી કિશોરી અગિયાર વર્ષે સ્કુલમાં ચુંબનનો અનુભવ કરે છે. પોતના અનુભવોની નોંધ રોજિંદી ડાયરીમાં ટપકાવતી જાય છે. વર્ષો વિતતા, મારીયા જીનિવા શહેરમાં આવી પોતાના અસ્તિત્વને ટકાવવા માટે તેણે દેહના સોદા કરવા માંડ્યા. પ્રેમ પામવાના રસ્તો તેને જાતીયસંબંધો તરફ ધકેલી ગયો. પ્રેમને બદલે જાતીયસુખ માટેના પુરૂષ મિત્રો-ગ્રાહકો મળતા રહ્યા. સંભોગ ક્રિયાની 'અગિયાર મિનિટવાળા' ચરમસુખની આસપાસ તેની જિંદગીની રાતો રંગીન બનતી ગઇ, તેનું પર્સ પણ ભરાતું ગયું. છેવટે મુગ્ધાવસ્થામાં કલ્પેલો રાજકુમાર તેને એક ચિત્રકારના રૂપમાં મળ્યો. જે તેને પૈસા આપી તેના દેહને ભોગવવાની ઇચ્છા નહતો રાખતો. પરંતુ તેની અંદર પ્રેમ જગાડવા માંગતો હતો. મારીયા પાસે બે હવે બે વિકલ્પો રહ્યા – દેહવિક્રયના અંધકારમય રસ્તે જવું કે દેહમિલનની સીમાઓથી પર મનના જ નહીં આત્માઓના મિલન સુધી પહોંચવું? શું મારિયા એ સ્થાને પહોંચી શકશે જ્યાં જાતીય સંબંધ પવિત્ર ગણાય છે ? - આ તમામ ઘટનાની રોચક અને હૃદયને ઝંકૃત કરી નાંખે તેવી વ્યથા 'ઇલેવન મિનિટ્સ' પુસ્તકમાં દરેક પાને ટપકાયેલી છે. યુવાપેઢીના વાંચનનો નવો વિકલ્પ બનેલું આ પુસ્તક આજે જ ખરીદો."
Paulo Coelho (Author), Saanwari Yagnik (Narrator)
Audiobook
[Gujarati] - Sita - Mithilani Yoddha
"આ એ જ વીરાંગના છે જેની આપણને આવશ્યક્તા છે. આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ એ જ દેવીની. તે જ ધર્મનું રક્ષણ કરશે. તે જ આપણું રક્ષણ કરશે. ભારત. ઈસાપૂર્વ 3400 ભારત વિભાજનો, તિરસ્કાર અને ગરીબીથી ખદબદી રહ્યું છે. લોકો પોતાના શાસકોને ધિક્કારે છે. લોકો તેમના ભ્રષ્ટ અને સ્વાર્થી ઉમરાવોને તિરસ્કારે છે. અરાજક્તા ફેલાવા માટે એક તણખો જ ઝરવાની વાર છે. લંકાનો રાક્ષસ રાજા રાવણ વધુને વધુ શક્તિશાળી બનતો જાય છે અને દુદ્રેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જ જાય છે. પવિત્ર ભારતભૂમિના બે શક્તિશાળી કબીલાઓ નક્કી કરે છે કે હવે બહુ થયું. હવે તો એક તારણહાર આવવો જ જોઈએ. તેઓ તેને શોધવાનું શરૂ કરે છે. કોઈ ખેતરમાં એક ત્યજાયેલી બાળકી મળી આવી છે. લોહીતરસ્યા વરુઓના ટોળાથી એક ગીધ તેનું રક્ષણ કરી રહ્યું હતું. જેની બધા અવગણના કરતા હતા એવા મિથિલા નામના શક્તિહીન રાજ્યના શાસક એ બાળકીને દત્તક લે છે. કોઈ એ બાળકીને વધારે મહત્વ આપતું નથી. પરંતુ એ બધા ખોટા છે, કારણ કે એ કોઈ સામાન્ય બાળકી નથી. એ છે સીતા. અમીશની આ મહાગાથામાં એવી દત્તક લેવાયેલી બાળકીના અદભૂત સાહસોનું વર્ણન છે. જે પહેલા વડાં પ્રધાન બને છે અને પછી દેવી બનીને પૂજાય છે. રામ ચંદ્ર શ્રેણીનું આ દ્વિતીય પુસ્તક છે. એ પુસ્તક તમને પ્રારંભની પણ પહેલાની વાર્તાઓમાં ખેંચી જાય છે."
Amish Tripathi (Author), Saanwari Yagnik (Narrator)
Audiobook
"'નારીનાં જીવનને નદીની ધારાની જેમ બે કિનારા છે ,પિતાનું ઘર અને પતિનું ધર . પિતાને ઘરે એ પારકી થાપણ છે અને પતિને ઘરે એ આશ્રિતા છે. ઘરની નેમપ્લેટથી માંડી ઘરનાં વાસણો પર પણ પતિનું નામ કંડારાયેલું છે. પરંતુ અશુમીને ત્રીજા કિનારાની શોંધ છે .એવા ઘર , એવા જીવનની તલાશ છે જે એનું પોતીકું હોય ,જ્યાં એ પતિ સાથે સખ્યભાવથી અને મોકળાશથી જીવી શકે. નીલ એનું એક્સ્ટ્રા મારીટલ અફેર સ્વીકારી લેવા અશુમીને કહે છે , પણ અશુમી ચાલી નુકળે છે ત્રીજા કિનારાની શોધમાં .ત્યારે જ એને ખબર પડે છે એનાં ગર્ભમાં લીલો તૃણાંકૂર ઉછરી રહ્યો છે .. .. પળે પળે ઉત્સુક્તા જગાડતી આ કથાને અતિ પ્રતિષ્ઠિત કનૈયાલાલ મુનશી એવોર્ડ મળ્યો છે.'"
Varsha Adalja (Author), Saanwari Yagnik (Narrator)
Audiobook
[Hindi] - Kyon Alag hai Stree Purush ka Prem
"प्रेम जीवन का अनिवार्य विषय है। जीवनसाथी से प्रेमपूर्ण सम्बन्ध जीवन की सफलता और आनन्द का मूल है। हम सभी प्रेम करना और पाना चाहते हैं लेकिन उसे सीखना नहीं चाहते। जीवन का एक बहुत बड़ा और महत्त्वपूर्ण सबक़ हमें कोई भी नहीं सिखाता। इसके लिए स्कूल और कॉलेजों में कोई विषय नहीं है और ना कोई अध्यापक। अगर हम प्रेम के बारे में थोड़ा-बहुत जानते भी हैं तो वही फ़िल्मों वाला प्रेम या दोस्तों की गप्पें, यह दोनों ही ज्ञान अपूर्ण और भ्रामक होते हैं जो कि हमारे प्रेम को ग़लत दिशा में ले जाते हैं और शादियाँ तलाक़ में या फिर कारावास में बदल जाती हैं। स्त्री और पुरुषों में भिन्नताएँ होती हैं, वे अलग होते हैं, चाँद और सूरज की ही तरह अलग-अलग। इन दोनों की वैचारिक भिन्नताएँ आग और पानी की ही तरह अलग-अलग होती हैं। पति-पत्नी या प्रेमी-प्रेमिका अपने प्रेम को हमेशा क़ायम रख ही नहीं सकते जब तक कि वे एक दूसरे की भिन्नताओं को जानकर उन्हें स्वीकार ना कर लें। यह पुस्तक इन्हीं भिन्नताओं को उजागर करेगी, आपको प्रेम करना और उसे जीवन-भर कायम रखना सिखाएगी। यह पुस्तक आपकी गुरु, साथी और एक मार्गदर्शक के रूप में आपकी हमेशा मदद करेगी। यह आपको वह सिखाएगी जो दुनिया के अधिकतर लोगों को नहीं आता—जी हाँ, 'प्रेम करना'!"
Abrar Multani (Author), Saanwari Yagnik (Narrator)
Audiobook
©PTC International Ltd T/A LoveReading is registered in England. Company number: 10193437. VAT number: 270 4538 09. Registered address: 157 Shooters Hill, London, SE18 3HP.
Terms & Conditions | Privacy Policy | Disclaimer
Join our community for the latest bookish news, reading recommendations, exclusive opening extracts, author events and competitions. It\'s all free. And enter a monthly draw to win a £50 Gift Card. See past winners here
Join Our Community